વલસાડમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઇટ્સ'માં 2 માર્ચથી સતત લિફ્ટમાં અકસ્માતની ઘટના ઘટી રહી છે.2 માર્ચથી આજ સુધીમાં આવી ત્રણ ઘટનાઓ ઘટી જેમાં રહીશો લિફ્ટમાં અવર-જવર કરતી વખતે ફસાયા છે. મંગળવારે મોટી દુર્ઘટના ટળી હતી.સાબરમતી બિલ્ડિંગમાં રહીશો લિફ્ટનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે અચાનક જોરદાર અવાજ સાથે લિફ્ટ બેકાબૂ બની સીધી નીચે ખાબકે છે.ધડાકાભેર લિફ્ટ પટકાવાનો અવાજ સાંભળી આસપાસના રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લિફ્ટમાં ફસાયેલી વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી હતી.ત્યાર બાદ બાળકી અને દૂધવાળો પણ લિફ્ટમાં ફસાયો હતો સરદાર હાઇટ્સમાં 36 લિફ્ટ છે. લિફ્ટ 2016માં નાંખવામા આવી હતી અને 2019માં રહેવાસીઓએ ફ્લેટમાં રહેવાનું શરૂ કર્યું ત્યારથી લિફ્ટનો નિયમિત ઉપયોગ થઈ રહ્યો છે.સરદાર હાઇટ્સમાં કુલ 18 ઈમારત છે અને દરેકમાં એક બે-બે લિફ્ટ છે..જેમાં એક મોટી લિફ્ટ અને બીજી લિફ્ટ રહેવાસીઓની અવર-જવર માટે છે.14 માળના આ સંકુલમાં કુલ 59 ફ્લેટ ધરાવતા 5 ટાવર છે જ્યારે 119 ફ્લેટવાળા 13 ટાવર છે.