ગીર સોમનાથના વેરાવળમાં મંડોર ગામે આવેલી પૌરાણિક અને પ્રખ્યાત પાંડવ ગુફા પર આરામ ફરમાવતા સિંહ સિંહણનો અદ્ભુત વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સિંહ દંપતી પાંડવ ગુફાની અંદર આરામ ફરમાવતા અને લટાર મારતા નજરે પડી રહ્યા છે. ત્યારે ગુફામાં આરામ કરતા સિંહ-સિંહણનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.