ગીર સોમનાથના ગીર ગઢડા શહેરના હાઉસિંગ વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ છવાયો. જંગલમાં રહેતા સિંહ શહેરી વિસ્તારમાં આવી ચડ્યા. સીસીટીવી કેમેરામાં સિંહોના આંટાફેરા કેદ થયા છે. અનેક વખત સિંહો આ પ્રકારે આવી ચડતા હોવાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.