ગીર-સોમનાથ જિલ્લામાં સિંહના આંટાફારનો વધુ એક વીડિયો સામે આવ્યો. તુલસીશ્યામ-ભીમછાસ રોડ પર અચાનક 4 સિંહ આવી ચડ્યા. જંગલથી ઘરાયેલા આ રોડ પર અવારનવાર સિંહ દેખાતા હોય છે...પરંતુ આ વખતે એકસાથે ચાર સિંહ રસ્તા પર આરામ ફરમાવતા નજરે પડ્યા..રસ્તા પર અંડિગો જમાવીને બેઠેલા સિંહને જોઈને એસટી બસના ચાલકે સમયસૂચકતા વાપરીને. તાત્કાલિક બસને ઉભી રાખી હતી. ડ્રાઈવરે બસ થોભાવી દીધી જેથી સિંહને કોઈ ખલેલ ન પહોંચે. બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરે સિંહનો નજારો મોબાઈલમાં કેદ કર્યો..થોડી ક્ષણો બાદ સિંહ રોડ પરથી દૂર જતા વાહનચાલકો આગળ વધ્યા