લાટી ગામના દરિયા કિનારે તણાઈને આવેલા કન્ટેનરથી ભારે ઉચાટ ફેલાયો. સ્થાનિકો દ્વારા જાણ થતા જ તંત્ર દોડતું થયું હતું. અને મરીન પોલીસ અને SOG સહિતની એજન્સીઓનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. કન્ટેનરને કિનારે લાવી. ખોલી તપાસ કરવામાં આવતા. તેમાથી તાઈવાનની બનાવટના પ્રેશર ટેન્ક મળી આવ્યા છે. ત્યારે કન્ટેનરમાં કશું જોખમરૂપ વસ્તુ ન મળતા લોકોએ હાશકારો અનુભવ્યો. અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે. શિપમાંથી પડી ગયા બાદ કન્ટેનર કાંઠે તણાઈ આવ્યું હશે. ત્યારે પોલીસ અને કસ્ટમ સહિતની ટીમો દ્વારા કન્ટેનર અંગે શિપિંગ એજન્સીઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.