ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર જંગલના રાજાની લટાર જોવા મળી છે. તલાલા-ઉના હાઈવે પર બામણાસા ગામ નજીક એક સાથે 8થી 10 જેટલા સિંહો રોડ પર જોવા મળતા વાહનચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું. રસ્તા પરથી પસાર થતા લોકોએ આ અદભૂત દૃશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. સિંહોના ટોળાની રોડ પરની લટારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર જંગલના રાજાની લટાર જોવા મળી છે. તલાલા-ઉના હાઈવે પર બામણાસા ગામ નજીક એક સાથે 8થી 10 જેટલા સિંહો રોડ પર જોવા મળતા વાહનચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું. રસ્તા પરથી પસાર થતા લોકોએ આ અદભૂત દૃશ્યો પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. સિંહોના ટોળાની રોડ પરની લટારનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.