સાવજની ધરતી ગીરના જંગલમાંથી અદ્ભૂત દ્રશ્યો સામે આવ્યા છે. જ્યાં પ્રકૃતિના ખોળે સિંહ પરિવાર નદીમાંથી પસાર થઈ રહ્યો છે. માતા સિંહણ નદી કેવી રીતે પસાર કરવી તે અંગેની ટ્રેનિંગ સિંહ બાળને આપી રહી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જ્યાં પક્ષીઓના મધુર અવાજ વચ્ચે માતા સિંહણ ધીમા-ધીમા પગલે નદી પસાર કરી રહી છે. અને તેની પાછળ બે સિંહ બાળ પણ નદી પસાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યાં એક તરફ બાળ સિંહના મોઢા સુધી પાણી આવી ગયું છે. છતાં તે સાવચેતી પૂર્વક પોતાની માતાની પાછળ પાછળ આગળ વધી રહ્યું છે. સિંહ બાળ સાથે નદી પસાર કરતી સિંહણનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.