વાવ-થરાદના અરંટવા ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં ઠાકોર સમાજ સુધારણા અંગે સાંસદ ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન. કહ્યું, DJ બંધ થતાં સમાજમાં મોટો અને સારો સુધારો આવ્યો. DJના કારણે અસામાજિક તત્વો નાચવા આવતા હોવાનો તેમણે દાવો કર્યો. સાથે જ કહ્યું, બહેન દીકરીઓની સુરક્ષા માટે DJ બંધ કરવું ખૂબ જરૂરી.