અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ માણેકબાગ ની એક વિચિત્ર ઘટના સામે આવી છે..જેમાં અજાણ્યા શખ્સોએ 20 જેટલી ગાડીઓના ટાયર તીક્ષ્ણ વસ્તુ વડે ફાડી નાખ્યા હતા..સમગ્ર ધટના સીસીટીવી માં કેદ થઈ છે.આ ઘટનાને પગલે સેટેલાઈટ પોલીસે ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી. આંબાવાડી શ્રેયસ ટેકરા પાસે સોસાયટી બહાર પાર્ક થયેલ ગાડીઓના ટાયર અસામાજિક તત્વો તીક્ષ્ણ હથિયાર વડે ફાડી નાખી આતંક મચાવ્યો..ઘટનાની વાત કર્યે તો ગત્ત રાત્રિના લગભગ 1 વાગ્યાની આસપાસ બે બાઇક સવારોએ આવીને શર્ટ ખોલીને અને તેનાથી મોઢું ઢાંકેલી હાલતમાં એક શખ્સ છરા વડે લગભગ 20 ગાડીઓના આગળ પાછળ અને એક સાઈડના ટાયરને છરા મારીને જતો રહ્યો છે..તેની પાછળ અન્ય બે બાઇકવાળા વ્યક્તિઓ પણ હતા જેઓ સાઈડમાં ઉભા હતા.ત્યારબાદ તેઓ માણેકબાગથી તુલિપ બંગલો પાસેથી આ કૃત્યને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.