રાજકોટ-મોરબી રોડ પર આવેલ GMSCL (ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ) દવાના વેરહાઉસમાં આજે વહેલી સવારથી ગાંધીનગરની ટીમ દ્વારા અચાનક તપાસનો ધમધમાટ બોલાવવામાં આવ્યો છે. ગાંધીનગરથી ટીમ અચાનક તપાસ માટે આવતા વેરહાઉસમાં દોડધામ મચી જવા પામી હતી. આ તપાસ પાછળ મુખ્ય ચર્ચા એ છે કે જિલ્લા કલેક્ટરના અગાઉના રિપોર્ટ બાદ ઉચ્ચ અધિકારીઓની ટીમ એક્શનમાં આવી છે. આ વેરહાઉસમાંથી જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સરકારી દવાખાનાઓમાં દવાનો જથ્થો મોકલવામાં આવે છે.