એક તરફ ચોમાસાના કારણે ગુજરાતમાં અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે. ત્યાં બીજી તરફ આણંદમાં ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે અને 5થી વધુ ઇજાગ્રસ્ત છે. આ બ્રિજ તૂટ્યા બાદના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં બ્રિજ કેટલા ભયાનક રીતે તૂટી પડ્યો છે. તે જોવા મળી રહ્યુ છે. બ્રિજ તૂટી પડ્યા બાદના આકાશી દ્રશ્યોમાં ઘટનાની ગંભીરતા જોવા મળી રહી છે. બ્રિજના બે પીલર વચ્ચેનો સ્લેબ તૂટી પડતાં, બે ઈકો વાન, એક પીકઅપ વાન અને અન્ય વાહનો સીધા નદીમાં ખાબકી ગયા. અનેક વાહનો હજુ પણ નદીના પટમાં જ જોવા મળી રહ્યા છે.