બોટાદના રાણપુર તાલુકાના ગઢિયા ગામ બે-ત્રણ ઇંચ વરસાદથી સંપર્કવિહોણું બને છે. કારણે કે ગામને જોડતો કોઝ-વે જર્જરિત થઈ ક્ષતિગ્રસ્ત બન્યો છે. માત્ર ગઢિયા નહી. પરંતુ 10 ગામને જોડતો આ કોઝ-વે ક્ષતિગ્રસ્ત થતા. ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. વરસાદના સમયે એમ્બ્યુલન્સ પણ ગામમાં આવી શકતી નથી. ત્યારે તાત્કાલિક કોઝ-વે બનાવવા માટે માગ કરી રહ્યા છે.