અંબાજી જતાં યાત્રિકો માટે મહત્વના સમાચાર છે. જેમાં આગામી 22 અને 23 એપ્રિલના રોજ ગબ્બર પર્વત પર દર્શન બંધ રાખવા માટે મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો છે. મહત્વનું છે કે ગબ્બર પર્વત પર અને રોપ-વેના ટાવર પાસે મોટા મધપૂડામાંથી મધમાખીઓ ઉડવાના બનાવો સામે આવ્યા છે. જેને પગલે યાત્રાળુઓ પર મધમાખીના હુમલાની ભીંતિ રહે છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવાયો છે. 22 અને 23 એપ્રિલે ગબ્બર પર આરાસુરી માં અંબાના દર્શન અને રોપ-વે સેવા સંપૂર્ણપણે બંધ રહેશે.. ત્યારે કોઈ દર્શનાર્થીના જીવને જોખમ ન રહે તે હેતુથી રોપ-વેના ટાવર અને પથ્થરો પરથી મધપૂડા દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 24 એપ્રિલથી ગબ્બર પર માં અંબાના દર્શન અને રોપ-વે સેવા યાત્રિકો માટે ફરીથી શરુ કરાશે.