અમદાવાદના નિકોલમાં આવેલી આર.પી. વસાણી સ્કૂલને FRCએ ફટકાર્યો છે દંડ. આ શાળાએ નિયમો નેવે મુકી મનમાની ચલાવી હતી. અને વર્ષ 2024-25ની ફી FRC સમક્ષ મંજૂર કરાવી નહીં. છતાં ફી ઉઘરાવી. જે નિયમોના વિરુદ્ધ છે. ત્યારે FRCમાં મંજુર કરાવ્યા વગર ફી ઉઘરાવતા શાળાને 5 લાખનો દંડ કરાયો છે. મંજૂરી વગર ફી ઉઘરાવતા FRCના નિયમો મુજબ કાર્યવાહી થઈ. અને શાળાને મોકલાયેલી નોટિસમાં શાળાએ ભૂલ સ્વીકારી. મહત્વનું છે કે, નિયમ મુજબ FRCમાં મંજૂર કરાવ્યા વગર શાળા ફી ન ઉઘરાવી શકે. જેનો ભંગ આર.પી. વસાણી શાળાએ કર્યો હતો.