સુરતની કિરણ ડાઈંગ મિલમાં ચાર મજૂરોના ગૂંગળામણથી મોત થયા છે. ડાઈંગ મિલની ટાંકીમાં ઉતરેલા ચાર મજૂરોએ શ્વાસ રૂંધાતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકોમાં એક પિતા-પુત્ર મધ્યપ્રદેશના વતની છે. તો બે યુવક ઉત્તરપ્રદેશના છે. પોલીસે ચાર મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે.