કડીમાં નીતિન પટેલનો PM મોદી વાળો જોવા મળ્યો અંદાજ.કહ્યુ હું ખાતો પણ નથી અને ખાવા પણ નથી દેતો.તો નામ લીધા વગર બચુ ખાબડ પર પણ કર્યા પ્રહારો મહેસાણામાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આમ આદમી પાર્ટી પર ચાબખાં વરસાવ્યા.. કડીમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં AAP પર નિશાન સાધતા કહ્યું કે, ‘આપ’ આવે કે ‘જાપ’, પાટીદારો કોઈના ઝાંસામાં નહીં આવે. પાટીદાર સમાજ હંમેશા ભાજપની સાથે હોવાનું નીતિન પટેલે જણાવ્યું. કડીના ભાવપુરા સ્થિત ઉમિયા માતાજીના મંદિરે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.. રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરપાલિકાના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. નીતિન પટેલે પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીના ‘હું ખાતો નથી અને ખાવા દેતો નથી’ વજય ઉચ્ચાર્યું હતું અને કહ્યું હતું કે કડીમાં હું છું ત્યાં સુધી ખોટું નહીં થવા દઉં. આ સાથે જ તેમણે પોતાના ધારાસભ્યકાળમાં કડીમાં કરેલા વિકાસકામો ગણાવ્યાં હતા. તો સાથે જ પૂર્વ પ્રધાન બચુ ખાબડનું નામ લીધા વગર પ્રહાર કરતા કહ્યું કે મંત્રીની આજુબાજુ રહેનારા અને ઘરના સભ્યો ખોટું કરે તો પણ મંત્રીપદ જાય