અંબાલાલના જણાવ્યા મુજબ આગામી 14 થી 20 તારીખ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદ ખાબકી શકે છે. જેમાં સુરત, નવસારી, ભરૂચ સહિત વડોદરામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. તો રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ હળવા વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા ,સાબરકાંઠામાં પણ વરસાદી ઝાપટાં પડશે. અંબાલાલ પટેલે ગરબા રસિકો માટે પણ ચિંતા વધારનારી આગાહી કરી છે. અંબાલાલના જણાવ્યા મુજબ નવરાત્રીની શરૂઆતમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. અને 24 તેમજ 25 સપ્ટેમ્બરે વરસાદ વરસી શકે છે. વડોદરા, સુરત, નવસારી, અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વરસાદ ત્રાટકી શકે છે. તો છઠ્ઠા નોરતાથી લઇને દશેરા સુધી પણ વરસાદ વરસી શકે છે.