ભારતમાં ખાંડ સહિતની ચીજોના ભાવ વધ્યા છે. પરંતુ, દુનિયાભરમાં અત્યારે અનાજના ભાવોમાં ભડકો થયો છે. ઓગસ્ટમાં વિશ્વભરમાં અનાજની વસ્તુઓની કિંમતો 2022 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે.યુરોપમાં હીટ વેવ, અલ નીનોની અસર તથા ઈરાન યુદ્ધ અને યુક્રેન યુદ્ધના કારણે ખાદ્યાન્નની હેરફેર પર માઠી અસર પડી.. હજુ તો આવતા મહિનાઓમાં સ્થિતિ વધુ વકરવાની ચેતવણી આપવામાં આવી છે. યુનોના ખાદ્ય અને કૃષિ સંગઠન જણાવ્યું કે મુખ્ય સૂચકાંક જુલાઈના 130.8થી વધીને 133.3 અંક થઈ ગયો છે, જે વિશ્વભરમાં ખાવા-પીવાની વસ્તુઓની સપ્લાઈ અને બજાર પર ભીંસ વધી હોવાનું સૂચવે છે. સમગ્ર યુરોપમાં ભીષણ ગરમી અને દુષ્કાળને કારણે મકાઈ, બીટ અને પશુપાલન ઉત્પાદનને નુકસાન થયું છે, જ્યારે અલ નીનોની ગંભીર અસરની આશંકાએ એશિયામાં પામ ઓઈલ અને સાકરના ઉત્પાદન સંબંધિત ચિંતાઓ વધારી છે. સાથે જ યુદ્ધના કારણે અનાજની હેરાફેરી અટકતા સપ્લાય પ્રભાવિત