નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ધુમ્મસ છવાયું. અનેક વિસ્તારોમાં રસ્તા પર વિઝિબિલિટી ઘટી. ધુમ્મસના કારણે કેરી પાકમાં મોટા નુકસાન થવાની ભીતિ. મોર કાળા પડવાની થઈ શરૂઆત. વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસના કારણે મોરનું ખરણ શરૂ થયું. નવસારી સહિત સમગ્ર જિલ્લામાં આજે વહેલી સવારથી જ ઘન ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. સવારે લગભગ 9:30 વાગ્યા સુધી વિસ્તારોમાં ધુમ્મસ યથાવત રહેતા રસ્તાઓ, ખેતરો અને આસપાસનું દૃશ્ય ધૂંધળું બન્યું હતું. વાદળછાયા વાતાવરણ સાથે ઠંડક અને ભેજ વધતા જનજીવન પર પણ અસર જોવા મળી હતી. ધુમ્મસના કારણે કેરીના પાક પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને મોર કાળા પડવાની શરૂઆત થતા ખેડૂતોની ચિંતા વધી છે. સતત ભેજ અને ધુમ્મસના માહોલને કારણે મોરનું ખરણ થવાની પ્રક્રિયા પણ શરૂ થઈ હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે આગામી દિવસોમાં કેરીના ઉત્પાદન પર અસર પડી શકે છે.