ભારે વરસાદને પગલે વાત્રક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે. ત્યારે રાજપુર સિહોરા પાસે વાત્રકના પાણી ફરી વળતા 10 ગામનો સંપર્ક તૂટ્યો છે. નદીનું જળસ્તર વધતા 10 ગામોને જોડતું ગરનાળુ સંપૂર્ણપણે પાણીમાં ડૂબ્યું જેના પગલે આ તમામ ગામોનો વાહનવ્યવહાર પ્રભાવિ, ગરનાળા પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી, રસ્તો બંધ થતાં 10 જેટલા ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો શિહોરા, અમિયાપુર, આંબલિયારા, તેનપૂર, રોઝડ ગામો સંપર્કવિહોણા, નદીનું જળસ્તર ઘટતા માર્ગ પૂનઃ શરૂ કરવાની કાર્યવાહી હાથ ધરાશે