છોટાઉદેપુરમાં પાછલા 3 દિવસથી વરસાદનું ટીપુંય નથી પડ઼્યું, પરંતુ જિલ્લાની સૌથી મોટી નદી એવી ઓરસંગમાં સર્જાઇ પૂરની સ્થિતિ. જી હા, જુઓ આ દ્રશ્યો, ઓરસંગ નદીમાં વગર વરસાદે પૂરની સ્થિતિ સર્જાઇ છે.. અને નદી જાણે કે ગાંડીતૂર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુરમાં વરસાદી વિરામ છતાં ઓરસંગ નદીમાં પૂર આવતા લોકોમાં કુતુહલ સર્જાયું. તો નદીમાં પૂરનો પ્રચંડ પ્રવાહ જોવા મળતા લોકોના ટોળા ઉમટ્યા. મહત્વપૂર્ણ છેકે છોટાઉદેપુરના ઉપરવાસ એવા મધ્યપ્રદેશમાં ધોધમાર વરસાદને પગલે આ સ્થિતિ સર્જાઇ. અને ઓરસંગ નદી બેકાંઠે વહેતી જોવા મળી.