શું તમે પહેલી વાર મતદાર બનવા જઈ રહ્યા છો...? તો થોભો... કારણ કે ચૂંટણી પંચે એક મહત્વનો નવો નિયમ લાગુ કર્યો છે... જે જાણ્યા વગર તમારું Form-6 અધૂરું રહી શકે છે!" પહેલા શું હતું...? અગાઉ નવા મતદારે માત્ર Form-6 ભરીને જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી શકતા હતા. હવે શું બદલાયું...? હવે પ્રથમ વખત મતદાર બનવા માટે Form-6 ભરતી વખતે માતા-પિતાના SIR (Special Intensive Revision) સંબંધિત વિગતો આપવી ફરજિયાત રહેશે.આ નિયમ ઓનલાઈન અરજીમાં પણ લાગુ પડશે. SIR ડિક્લેરેશન ભર્યા વગર અરજી આગળ નહીં વધે. આનો ફાયદો શું...? મતદારોની સાચી ઓળખ સરળ બનશે. ડુપ્લિકેટ અને ખોટા નામ દૂર કરવામાં મદદ મળશે. નવા અરજદારોને ઓછા દસ્તાવેજ આપવા પડશે. મતદાર યાદી વધુ સ્વચ્છ અને ચોક્કસ બનશે. અંતે સૌથી મહત્વની વાત જો તમે પહેલી વાર મતદાર બનવા જઈ રહ્યા છો તો Form-6 ભરતા પહેલાં માતા-પિતાની SIR વિગતો તૈયાર રાખજો જેથી અરજીમાં કોઈ વિલંબ ન થાય અને તમારો મત આપવાનો અધિકાર સરળતાથી મળી રહે.