વલસાડના ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગવાથી અફરાતફરીનો માહોલ બની ગયો હતો. આગની ઘટનાને પગલે 6 જેટલી ફાયર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગ પર કાબૂ મળેવ્યો હતો.