બનાસકાંઠામાં પાક નુક્સાની મુદ્દે ખેડૂતોનો અનોખો વિરોધ.ધાનેરાના દેઢા ગામે ખેતરમાં હવન કરી ખેડૂતોએ કરી પ્રાર્થના.ખેતર ઢોલ વગાડી સરકાર સમક્ષ સહાય આપવા કરી માગણી.દેઢા ગામમાં 1,800 વિઘા જમીનમાં પાકને મોટુ નુકશાન.સતત કમોસમી વરસાદથી મગફળીનો પાક નિષ્ફળ. આ હવન થઈ રહ્યો છે તે કોઇ દેવી કે દેવતાને રીઝવવા નથી થઈ રહ્યો.પરંતુ આ તો જગતના તાતનો વિરોધ છે.જી હા.. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના દેઢા ગામમાં અનોખું દ્રશ્ય જોવા મળ્યું. ખેડૂતોએ ખેતરમાં જ હવન યોજ્યો અને પાક બચાવવા ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી. ઢોલ વગાડી ખેડૂતો સહાય માટે સરકાર સમક્ષ માગણી કરી રહ્યાં છે. કમોસમી વરસાદના કારણે 1,800 વીઘા જમીનમાં મગફળીનો પાક બરબાદ થયો છે. એક તરફ પાકના નાશથી ખેડૂતો આર્થિક સંકટમાં છે, અને બીજી તરફ સહાય માટેની રાહ જોતા તેમની આંખો ભીની થઈ ગઈ છે.