અમદાવાદના વિરમગામ પહોંચેલી ખેડૂતોની યાત્રામાં 300થી વધુ ટ્રેક્ટર સાથે ખેડૂતો જોડાયા. ખેતરોમાં ખાનગી વીજ કંપનીના વીજપોલ નાંખવા મુદ્દે ખેડૂતો કરી રહ્યા છે ઉગ્ર વિરોધ. યોગ્ય વળતર વિના જબરદસ્તી વીજપોલ ઊભા કર્યાના આક્ષેપ સાથે. કિસાન સંઘર્ષ સમિતિએ રાજ્ય સરકારને આપ્યું છે અલ્ટીમેટમ. મોરબીથી અનેક ખેડૂતો ટ્રેક્ટર સાથે વિરમગામ પહોંચ્યા હતા. જ્યાં સોકલી ગુરુકૂળમાં રોકાણ કર્યું હતું. હવે ત્યાંથી આજે અમદાવાદ થઈ ગાંધીનગર. ટ્રેક્ટર રેલી પ્રસ્થાન કરશે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગાંધી ચિંધ્યા માર્ગે શરૂ કરેલા આ આંદોલન બાદ પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં. ઉગ્ર આંદોલન થશે.