કચ્છમાં ડીઝલની અછતને લઈને ખેડૂતે અનોખો વિરોધ નોંધાવ્યો. ડીઝલ માટે ખેડૂતે બેસણું યોજીને પોતાની નારાજગી વ્યક્ત કરી. ખેડૂતે પેટ્રોલ પંપ પર રોકકળ કરીને વિરોધ નોંધાવ્યો. ક્યાંય ડીઝલ ન મળતાં હાલાકી ભોગવવી પડતી હોવાનો આક્ષેપ કર્યો. ખેડૂતના આ અનોખા વિરોધ પ્રદર્શનનો વીડિયો વાયરલ થયો. વાયરલ વીડિયોમાં ખેડૂતનું કહેવું છે કે અમે ડીઝલ માટે ગામના તમામ પેટ્રોલ પંપ પર જઈને આવ્યા છીએ... પરંતું ક્યાંય ડીઝલ ન મળતાં અમારે હાલાકી ભોગવવી પડે છે.. ડીઝલની અછતથી અમારે બેસણું યોજીને રોકકળ કરવા સિવાય કોઈ રસ્તો રહ્યો નથી.