દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આવેલા ઘી ડેમમાં પાણી છોડાયું છે. સિંચાઈ માટે પાણી છોડાતા ખેડૂતો ખુશખુશાલ થયા છે. કેનાલ મારફતે પાણી છોડાતા 10થી વધુ ગામોને ફાયદો થયો છે. જેમાં રામનગર, સામોર, વડત્રા, કુવાડિયા સહિતના ખેડૂતોને રાહત મળશે. સિંચાઈનું પાણી મળતા શિયાળું પાકોને ફાયદો થશે. જેમાં ઘઉં, જીરું, લસણ સહિતના પાકોને જીવતદાન મળશે. ખેડૂતોનું કહેવું છે કે, સમયસર પાણી મળ્યું છે, જેથી ઉત્પાદન પણ સારું થશે. આ પહેલા માવઠાંને કારણે હેરાન પરેશાન થયા હતા. હવે, શિયાળું પાક પર જ આધાર છે, ત્યારે સિંચાઈનું પાણી મળતા ધરતીપુત્રો હરખાયા છે.