સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં હવે વીજ પોકાર ઉઠ્યો છે. સિંગલ ફેઝ વીજળી આપવા મામલે DGVCLના અધિકારી ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા હોવાનો આરોપ લગાવાયો છે. ખેડૂતોનું કહેવું છે કે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને થ્રી ફેઝ બાદ સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે છે. પરંતું દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંગલ ફેઝ વિજળીથી વંચિત રાખ્યા હોવાનો આરોપ લગાવાયો છે. જેના લીધે ખેડૂતોને ઠંડી, ગરમી અને વરસાદમાં પણ ખેતરમાં સૂવાનો વારો આવી રહ્યો છે. જેને લીધે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ સિંગલ ફેઝ વીજળી આપવા માગ ઉઠી છે. આ ગંભીર આક્ષેપ દક્ષિણ ગુજરાતના ખેડૂત આગેવાન જયેશ દેલાડે કર્યા છે.જેમનો આક્ષેપ છે કે સિંગલ ફેઝ વીજળી આપવા મામલે DGVCLના અધિકારી ખેડૂતો સાથે અન્યાય કરી રહ્યા છે.સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને થ્રી ફેઝ બાદ સિંગલ ફેઝ વીજળી આપવામાં આવે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંગલ ફેઝ વીજળીથી વંચિત રાખ્યા હોવાનો આરોપ લગાવાઈ રહ્યા છે.જેના લીધે ખેડૂતોને ઠંડી, ગરમી અને વરસાદમાં પણ ખેતરમાં સૂવાનો વારો આવી રહ્યો છે.