ધરતીપુત્રો માટે જાણે એક પછી એક મુશ્કેલીઓ રાહ જોઈને બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પહેલા કમોસમી વરસાદે રડાવ્યા હતા ત્યારે હવે કચ્છના રાપર તાલુકામાં ખાતરની અછતથી ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વહેલી સવારથી જ કતારમાં ઊભા રહેવા છતાં માત્ર 3 બેગ ખાતર મળતું હોવાથી ખેડૂતોનેે ધક્કા ખાવાનો વારો આવ્યો છે. ખાતરની અછતથી વિવિધ પાક પર અસર થશે જેના લીધે તાત્કાલિક યુરિયા ખાતર ઉપલબ્ધ કરાવવા માટે ખેડૂતોમાં માગ ઉઠી છે. તો બીજી તરફ આ મામલે ટૂંક સમયમાં ખાતર ઉપલબ્ધ કરવામાં આવશે તેવો નાયબ ખેતી નિયામકે દાવો કર્યો છે.