ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા રાહત પેકેજને ભારતીય કિસાન સંઘે આવકાર્યું છે. સંઘના સંયોજક મનસુખ પટોડિયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, હાલ ખેડૂતોને ભારે નુકસાની થઈ છે અને એક રૂપિયાની પણ આવક થઈ રહી નથી. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સરકારે આપેલ સહાયને તેમણે 'ફૂલ નહીં તો ફૂલની પાંખડી' ગણાવી આવકાર્ય ગણાવી હતી. પટોડિયાએ સરકારને વિનંતી કરી છે કે જો ખરેખર ખેડૂતોને મદદ કરવાની ઈચ્છા હોય તો આ સહાયની રકમ તાત્કાલિક અસરથી ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે, જેથી સમયસર તેનો ઉપયોગ કરી શકાય.