તો વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નકલી પોલીસ બનીને રોફ જમાવી લોકો પાસેથી નાણાં પડવાતા શખ્સને પોલીસે દબોચી લીધો છે.આરોપી વેપારીઓને રોકીને પોતે પોલીસકર્મી હોવાનો ડોળ કરતો હતો. અને વેપારીઓને ધમકાવીને કહેતો કે, "હું મકરપુરા પોલીસ સ્ટેશનથી આવ્યો છું, તમારો હપ્તો બાકી છે" અને આ રીતે વેપારી પાસેથી તોડ કરતો હતો. નકલીની ભરમાર વચ્ચે વડોદરામાં નકલી પોલીસ અસલી પોલીસના હાથે ઝડપાયો છે. વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં નકલી પોલીસ બનીને રોફ જમાવી લોકો પાસેથી નાણાં પડવાતા શખ્સને પોલીસે દબોચી લીધો છે. આરોપી વેપારીઓને રોકીને પોતે પોલીસકર્મી હોવાનો ડોળ કરતો હતો. અને વેપારીઓને ધમકાવીને કહેતો કે, "હું મકરપુરા પોલીસ સ્ટેશનથી આવ્યો છું, તમારો હપ્તો બાકી છે" અને આ રીતે વેપારી પાસેથી તોડ કરતો હતો.આરોપી પાસેથી મોટર સાયકલ અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.