વલસાડમાંથી નકલી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ..વાપીના હરિયા પાર્કમાંથી ઝડપાયું નકલી નોટ બનાવવાનું કૌભાંડ. વલસાડ LCB પોલીસને મળી મોટી સફળતા. એક ફ્લેટમાંથી પ્રિન્ટર સહિત નકલી નોટ બનાવવાનો સામાન મળ્યો. રૂપિયા 500ના દરની 24 લાખ 30 હજારની કિંમતની નકલી નોટ જપ્ત.1 મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે નકલી નોટ છાપવાના પ્રિન્ટર સહિત અન્ય સાધનો અને મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી. કહેવાય છે કે 'લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે'. વલસાડ જિલ્લાના વાપીમાં કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં રાતોરાત કરોડપતિ બની જવાના સપના જોતી એક મહિલા અને તેના સાગરીતો પોલીસના સકંજામાં આવી ગયા છે. દેશના અર્થતંત્રને ઉધઈની જેમ કોરી ખાતા નકલી નોટના એક મસમોટા નેટવર્કનો વલસાડ એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે. વાપીના એક લક્ઝુરિયસ ફ્લેટમાં ચાલતી આ નકલી નોટોની ફેક્ટરી પાછળનું સત્ય શું છે? કઈ રીતે અસલી 30 લાખના બદલામાં 80 લાખ મેળવવાની લાલચ એક મહિલાને જેલના સળિયા પાછળ લઈ ગઈ? જુઓ આ ખાસ અહેવાલમાં.