સિદ્ધપુરમાં હાલ કાર્તિકી પૂનમનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે મેળા દરમિયાન નકલી નોટો અપાતી હોવાની પાટણ પોલીસને વેપારીઓએ રજૂઆત કરી જે બાદ પોલીસે તપાસ હાથ ધરી અને LCBએ નકલી નોટોનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. સિદ્ધપુરમાં રહેતા મહમંદયાસીન સૈયદ અને તેનો મિત્ર મુસ્તકીમ ઉર્ફે મુસા મલેકના ઘરે દરોડા પાડી તેના ઘરેથી રૂપિયા 5 લાખ 78 હજારથી વધુની કિંમતની નકલી નોટો જપ્ત કરાઈ. જેમાં 20 રૂપિયા, 100 રૂપિયા અને 500 રૂપિયાની નકલી નોટો જપ્ત કરાઈ. પોલીસે નકલી નોટો છાપવા માટેનો પાવડર. કાગળ, પ્રિન્ટર, સ્કેનર પણ કબ્જે લીધું છે.આસે એક આરોપીને ઝડપી અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી