વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદની ધબધબાટી, 2 કલાકમાં 6 ઈંચ વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ. ભાગડાવાડા ગામની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા. ગ્રીન પાર્ક, વિનાયકનગર સોસાયટી સહિતના વિસ્તારોમાં ઘૂસ્યા પાણી.સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં.ઘરોની અંદર પણ પાણી ફરી વળતા ભારે નુકસાન મોટાભાગની સોસાયટીઓમાં પૂરના પાણી ફરી વળતા હાલાકી. કેટલાંક વિસ્તારોમાં ઘૂંટણસમા તો કેટલાંક વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા.. ચિંતાજનક વાત એ છે કે એકાએક પાણી ઘરોની અંદર ઘૂસી આવતા ફર્નિચર સહિતની ઘરવખરીને મોટાપાયે નુકસાન પહોંચ્યું. વલસાડમાં ભારે વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો જોવા મળ્યા.નનકવાડા વિસ્તારમાં ફરી વળ્યા પાણી.સોસાયટીના પહેલાં માળ સુધી પાણી પહોંચતા લોકોમાં ફફડાટ.શાંતિવન સોસાયટી, દેવ એવન્યુ સોસાયટીમાં ભરાયા પાણી.ગ્રામ્ય વિસ્તારની સોસાયટીઓમાં ગળાડૂબ પાણી ભરાતા હાલાકી .ભારે વરસાદને લીધે લોકો ઘરોમાં જ રહેવા મજબૂર. વલસાડમાં અતિ ભારે વરસાદથી આભ ફાટ્યાં જેવી સ્થિતિ. બે કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદથી જળબંબાકાર.26 કલાકમાં કુલ 10 ઈંચ કરતા વધુ વરસાદથી હાલત થઈ કફોડી..ભારે વરસાદને કારણે શહેરમાં અનેક ઠેકાણે ભરાયાં કેડસમા પાણી..તીથલ રોડ, એમ.જી.રોડ, હાલાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ.