"જો તમારા પગારમાંથી દર મહિને PF કપાય છે. તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે! હવે EPFOએ એક મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ PF ખાતાધારકોને 7 લાખ રૂપિયા સુધીનું મફત વીમા કવર તો મળશે જ. પરંતુ તેની સાથે 1 લાખ રૂપિયા સુધીનો વધારાનો ખાતરી લાભ પણ મળશે. એટલું જ નહીં. હવે જો કોઈ કર્મચારી નોકરી છોડી દે. અને છેલ્લા PF યોગદાન બાદ 6 મહિનાની અંદર કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને, તો પણ પરિવારને 7 લાખ સુધીના વીમા લાભનો હક મળશે. બીજો મોટો ફેરફાર. હવે વીમાનો ક્લેમ 20 દિવસમાં સેટલ કરવો ફરજિયાત રહેશે. જો અધિકારી વિના કારણ વિલંબ કરશે. તો 12 ટકા વ્યાજ પોતાની ખિસ્સામાંથી ચૂકવવું પડશે! આ ઉપરાંત હવે સમગ્ર ક્લેમ પ્રક્રિયા 100 ટકા ઓનલાઈન કરવામાં આવી છે, જેથી પરિવારને ઝડપી અને સરળ રીતે લાભ મળી શકે. મહત્વની સૂચના આ લાભ EPFOની EDLI યોજના હેઠળ આવતાં PF સભ્યોને જ મળશે. તમારા PF ખાતામાં નોમિનીનું નામ અપડેટ છે કે નહીં, તે આજે જ ચેક કરી લો. જરૂર હોય તો તરત સુધારો કરાવો. PF માત્ર બચત નથી. મુશ્કેલ સમયમાં પરિવારની સૌથી મોટી સુરક્ષા પણ છે!