અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વિદાય સમારંભમાં પહોંચેલા ઇલોન મસ્કના ચહેરા પરની ઇજાએ વિશ્વભરમાં ચર્ચા જગાવી. મસ્ક વિદાય સમારંભમાં કાળી આંખ સાથે પહોંચ્યા હતા. આ અંગે મસ્કને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મારા પુત્રએ મારા ચહેરા પર મુક્કો માર્યો હતો. એ સમયે મને બહુ લાગ્યું નહીં, પરંતુ હવે મને લાગે છે કે ત્યાં ઈજા થઈ છે.