દેશભરમાં ધામધૂમથી <strong><a href="https://tv9gujarati.com/web-stories/there-are-some-interesting-facts-about-ganeshotsav">ગણેશોત્સવ</a></strong>નો પર્વ ઉજવાઇ રહ્યો છે. દરમિયાન, સુરતમાં રૂદ્રાક્ષથી બનેલી ગણેશજીની પ્રતિમાએ આકર્ષણ જમાવ્યું છે.આ પ્રતિમા સુરતના કતારગામમાં આવેલી શેરી નંબર 2માં બનાવાઇ છે. શેરીના અવધૂત ગ્રુપે પ્રતિમા બનાવવામાં 13 હજાર 239 રૂદ્રાક્ષનો ઉપયોગ કર્યો. જેમાં 15 દિવસની મહેનત લાગી હતી.અહીં છેલ્લા 15 વર્ષથી અવનવી ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવાની પરંપરા યથાવત છે.