કચ્છના ખાવડામાં શનિવારે મોડી રાત્રે 1:22 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 55 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં જમીનથી 11.6 કિલોમીટરની ઊંડાઈએ હતું.. ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી ખાવડા તેમજ આસપાસના વિસ્તારમાં કંપન અનુભવાયા. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર નથી. ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના જણાવ્યા અનુસાર, શનિવારે મોડી રાત્રે 1:22 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 55 કિલોમીટર ઉત્તર-ઉત્તરપૂર્વ દિશામાં જમીનથી 11.6 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપની તીવ્રતા વધુ હોવાના કારણે ખાવડા તેમજ આસપાસના મોટા વિસ્તારમાં તેના જોરદાર કંપન અનુભવાયા. જોકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર મળ્યા નથી. આ પહેલા શુક્રવારે પણ કચ્છમાં ભચાઉ અને રાપરમાં બે હળવા આંચકા નોંધાયા હતા. એક જ દિવસમાં ઉપરાછાપરી આવેલા 3 આંચકાએ લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો છે.