કચ્છના રાપરમાં 4.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો 26 ડિસેમ્બરની વહેલી સવારે સાડા 4 વાગે અનુભવાયો.. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિમી દૂર નોંધાયું છે. અને ગેડી ગામ નજીક 9 કિમી ઉંડાઇએ આંચકો આવ્યો.. ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થયા.. કચ્છના રાપરમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો. 2.5ની તીવ્રતાનો આફ્ટરશોક અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 21 કિલોમીટર દૂર નોંધાયું. ગઈકાલથી અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે ચાર મોટા આંચકા. ગઇકાલે અનુભવાયો હતો 4.6ની તીવ્રતાનો ધરતીકંપ.