કચ્છના રાપરમાં 4.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો 26 ડિસેમ્બરની વહેલી સવારે સાડા 4 વાગે અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 22 કિમી દૂર નોંધાયું છે.. અને ગેડી ગામ નજીક 9 કિમી ઉંડાઇએ આંચકો આવ્યો.. ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થયા. જો કે, આ આંચકાથી ભય વધ્યો આફ્ટરશોકને કારણે.. સવારે 9 વાગે ફરી 2.5ની તિવ્રતાનો આંચકો આવ્યો.. 11 કલાકે ફરી 3થી તિવ્રતા નોંધાઈ.. બપોર સુધીમાં જ 10થી વધુ આફ્ટરશોક આવ્યા.. કચ્છ જિલ્લામાં 10 જેટલી ભૂકંપની ફોલ્ટ લાઈન સક્રિય છે. ત્યારે ફોલ્ટ લાઇનના કારણે ભૂંકપ આવતા હોવાનો દાવો થયો છે.. આજે ફરી એકવાર ભૂકંપના મોટા આંકચાએ કચ્છવાસીઓને ધ્રૂજાવી દીધા છે. આજના ભૂંકપના આંચકાએ કચ્છવાસીઓને 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા ભયાનક ભૂકંપની યાદ તાજી કરાવી દીધી છે.. તો ભૂકંપના મોટા આંચકાથી જાનમાલના નુકસાનો અહેવાલો નથી, પરંતુ કેટલાક મકાનોને નુકસાન થયાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે