દેવભૂમિ દ્વારકામાં સ્વતંત્રતા પર્વે ભક્તિ અને દેશભક્તિનો અદભૂત સંગમ જોવા મળ્યો. દ્વારકાધીશના જગતમંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ સાથે રાષ્ટ્રપ્રેમની લાગણી પણ પ્રસરી. સ્વતંત્રતા દિવસ નિમિત્તે મંદિરના શિખર પર 52 ગજની સુંદર ત્રિરંગી ધજા લહેરાવવામાં આવી. આકાશમાં લહેરાતી ત્રિરંગી ધજાએ દ્વારકાધીશના ધામની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા. સાથે જ સમગ્ર મંદિર પરિસર જાણે દેશભક્તિના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો. જ્યાં એક તરફ શ્રીકૃષ્ણના જયઘોષથી વાતાવરણ ગુંજી રહ્યું હતું, તો બીજી તરફ ત્રિરંગી ધજાએ રાષ્ટ્રપ્રેમની લાગણીને વધુ પ્રબળ બનાવી દીધી. ત્યારે દ્વારકાની પવિત્ર ધરતી પર આજે ભક્તિના દરેક રંગમાં દેશપ્રેમની છટા જોવા મળી.