દેવભૂમિ દ્વારકામાં ધાર્મિક ઉત્સવમાં નેતાઓ ભક્તિના રંગે રંગાયા. ખંભાળિયાના બજાણા ગામે ધાર્મિક ઉત્સવમાં જામનગરના સાંસદ પૂનમબેન માડમે ગ્રામજનો સાથે મંજીરા વગાડી ભક્તિમાં લીન થયા. તો બીજી તરફ પૂર્વ મંત્રી મુળુ બેરા ભીમરાણા ગામે આયોજિત મોગલ વંદના કાર્યક્રમમાં હાજરી આપી. અને લોક ડાયરામાં કલાકારોના સૂરે મંત્રમુગ્ધ થઈ પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાએ કર્યો નોટોનો વરસાદ કર્યો. ડાયરામાં કલાકારો પર નોટોનો વરસાદ કર્યો. હાલ બંને ભાજપના નેતાઓના ભક્તિભાવના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.