કૃષ્ણનગરી દ્વારકામાં જન્માષ્ટમીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. ભગવાન દ્વારકાધીશની જન્મજયંતિની ઉજવણીમાં મોટી સંખ્યમાં ભક્તો જોડાયા..મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ વચ્ચે હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી. માટે હજારો ભક્તોએ દર્શન કર્યા. મંદિર પરિસરમાં ભક્તો એકઠા થયા અને ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો. અને જામનગરના સાંસદે પણ દર્શન કર્યા. દ્વારકાના જગત મંદિરમાં આવતા ભક્તોને સુવિધા મળે અને તેઓ દર્શન કરી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે બરાબર 12 વાગે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું. જન્માષ્ટમી નિમિત્તે ભગવાન દ્વારકાધીશને વિશેષ શણગાર પણ કરાયો..ગુજરાત અને દેશભરમાંથી આવેલા ભાવિકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી