સામાન્ય રીતે તમારા ઘર કે દુકાનમાં 1200થી 1500 રૂપિયા લાઈટબીલ આવતું હોય, અને અચાનક 78 હજાર આવી જાય તો? તો જે સ્થિતિ થાય, તે સ્થિતિ વડોદરાના સુભાનપુરા પંચરત્ન બિલ્ડિંગમાં દુકાન ધરાવતા દુકાનદારની થઈ.. દુકાનદારને ₹78 હજારથી વધુનું લાઈટ બિલ આવતા ધ્રાસ્કો પડ્યો. ઓનલાઈન એપ્લિકેશનમાં બિલ ચેક કરતાં ₹78 હજારથી વધુ બતાવ્યું. ગભરાયેલા દુકાનદારે તાત્કાલિક અલ્કાપુરી GEB ઓફિસનો સંપર્ક કર્યો હતો. તો ઓફિસમાં પણ બિલ ₹78 હજાર બતાવ્યું. આખરે GEBના અધિકારીઓએ તપાસ કરતાં રીડિંગમાં ભૂલ થયાનું સામે આવ્યું એક ભૂલને કારણે આટલો મોટા આંકડાનું બિલ જોઈને ગ્રાહક તો ફફડી ઉઠ્યા હતા. જો કે, GEBની ઓફિસથી સારો પ્રતિસાદ મળ્યાનો ગ્રાહકને સંતોષ છે. સાથે જ તે, અપીલ કરી રહ્યા છે કે, કર્મચારીઓ રિડિંગ વખતે વધારે ધ્યાન રાખે. કારણ કે, બિલનો આટલો મોટો આંક જોઈને કોઈની પણ તબિયત બગડી શકે છે. ઘટના વડોદરાના સુભાનપુરા પંચરત્ન બિલ્ડિંગમાંથી સામે આવી છે. જ્યાં દુકાન ધરાવતા એક દુકાનદારને. ઓનલાઈન 78 હજારનું બિલ દેખાતા. તે ગભરાટમાં આવી ગયા હતા. બિલની ફિઝિકલ કોપી તો મળી ન હતી. પરંતુ, ઓનલાઈનમાં આટલો મોટો આંક જોઈ.. તેમને ધ્રાસ્કો પડ્યો. અને તે સીધાં. GEBની ઓફિસ પહોંચ્યા.