ભાવનગરના મહુવામાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા. માવઠાના કારણે મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થયું. કોટિયા ગામે તો પરિસ્થિતિ એવી થઈ છે કે મગફળી પાથરા પણ ઉગી નીકળ્યા છે. ખેડૂતો વીડિયો બનાવીને પોતાની વેદના ઠાલવી રહ્યા છે સાથે સરકાર પાસે સહાયની માગ કરી છે.