ભરપૂર પાણીની આવક થતા તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.. તાપી કિનારે ડકાવાળા ખાતેનુ કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયું. ગણેશ વિસર્જન માટે બનાવેલા કૃત્રિમ તળાવનું ધોવાણ થયું. કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થઈ જતા તંત્ર અવઢવમાં મુકાયું. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીના જળસ્તરમાં વધારો થયો. જેના કારણે સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું. ડ્રોન કેમેરામાં તાપી નદીના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો કેદ થયા. વીયર કમ કોઝવે 9.63 મીટરની સપાટીથી ઓવરફ્લો થયો. ડક્કા ઓવારા અને નાવડી ઓવારાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડક્કા ઓવારા નજીક આવેલું મંદિર અને કૃત્રિમ તળાવ પણ પાણીમાં ગરકાવ થયું.