માવઠાના કારણે ખેડૂતોનો ચોમાસુ પાક તો ધોવાયો અને હવે જ્યારે શિયાળુ પાકના વાવેતરનો સમય આવ્યો. ત્યારે ખાતરની અછતના કારણે ખેડૂતો વલખા મારી રહ્યા છે. DAP અને NPK જેવા પાયાના ખાતરની અછતના કારણે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી બની છે. કેટલાક ખેડૂતોએ તો જમીન તૈયાર કરી રાખી છે પરંતુ ખાતર ન મળતા વાવણી અટકાવી છે. તાત્કાલિક ખાતરની વ્યવસ્થા કરવા ખેડૂતો માગણી કરી રહ્યા છે