વાપીથી દમણ અને દમણથી વાપી GIDC તેમજ સેલવાસ સુધી રસ્તા બિસ્માર બન્યાં છે. રસ્તા પર મસમોટા ખાડાએ વાહનોની રફતાર પર બ્રેક લગાવી છે. મોટા ખાડાને કારણે લોકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. એટલું જ નહીં લોકોના વાહનોને પણ નુકસાન થઇ રહ્યું છે.