સુરેન્દ્રનગરમાં પુલનું ડાઈવર્ઝન ધોવાઈ જતાં હાલાકી.વસ્તડી પુલ ધરાશાયી થયા બાદ અપાયું હતું કાચુ ડાઈવર્ઝન.ડાઈવર્ઝન ધોવાઈ જતાં લોકો જીવના જોખમે નદી પસાર કરવા મજબૂર.પ્રથમ વરસાદમાં જ કાચુ ડાઈવર્ઝન ધોવાઈ ગયું.ભોગાવો નદી પર પુલ ધરાશાયી થયા બાદ ડાઈવર્ઝન અપાયુ હતું. નદીને કારણે વસ્તડી ગામ બે ભાગમાં વહેંચાયું.શાળા, હોસ્પિટલ માટે લોકોને નદી કરવી પડે છે પસાર..વિદ્યાર્થીઓ પણ નદીમાંથી જીવના જોખમે શાળાએ પહોંચે છે.વસ્તડીથી ચુડા, બોટાદ સહિત 40 જેટલા ગામોનું છે જોડાણ.કોઝવે ધોવાઈ જતાં વાહનચાલકોને 15 કિમી અંતર વધ્યું.