<strong>Jamnagar :</strong> જામનગરના સાધના કોલોનીમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં બ્લોક<strong>(Block Collapsed)</strong> સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત<strong>(Death)</strong> થયા છે. જ્યારે પાંચ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે.સાંસદ પૂનમ માડમ સહિતના અનેક નેતાઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરમાં રહેણાંક મકાન તૂટી પડવાની ઘટનાને લઈ દુ:ખની લાગણી વ્યક્ત કરી હતી. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું તેવુ પણ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું. તેમણે કહ્યું ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50000 ની સહાય કરશે તેવું પણ જણાવ્યુ હતું.